મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે રાત્રે બાતમીના આધારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મહાદેવ નળીયાના કારખાના સામે રોડ ઉપર જાહેરમાં લાઈટના અજવાળે ચલણી નોટ વડે નોટનંબરીનો નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ નાથાભાઈ રત્નાભાઈ ચીહલા અને કેતનભાઈ ગોપાલભાઈ ભડાણીયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ રૂપીયા ૨૧૯૦ના મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.