ટંકારા : ટંકારા પોલીસે લતીપર ચોકડી નજીકથી જીજે - 03 - MR - 1196 નંબરની ઇકો કારમાંથી 60 લીટર દેશી દારૂ સાથે રાજકોટના જુના રતનપર ગામમા રહેતા રણજીતસિંહ ટપુભા જાડેજા અને ઘનશ્યામસિંહ જીતુભા ઝાલા નામના બે શખ્સને ઝડપી લઈ રૂપિયા 2લાખની ઇકો કાર સહિત 2,01,200નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.