ટંકારા પોલીસે 565 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે રાજકોટના બન્ને શખ્સને દબોચતા નેટવર્ક ખુલ્યું ટંકારા : ઈંગ્લીશ દારૂના ભાવ વધતા હવે પ્યાસી આત્માઓ દેશી દારૂ પીવાને રવાડે ચડી છે ત્યારે ટંકારા પોલીસે રાજકોટથી શનાળા દેશી દારૂનો વિશાળ જથ્થો પહોંચે તે પહેલા જ સેન્ટ્રો કાર સાથે રાજકોટના બે શખ્સોને દબોચી લઈ દેશી દારૂનું નેટવર્ક ખુલ્લું પાડ્યું છે. ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સેન્ટ્રો કાર અટકાવી તલાસી લેતા કારમાંથી 565 લીટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે ટંકારા પોલીસે કાર ચાલક અજય ભાણાભાઈ શિયાળ અને સાથે રહેલા પ્રશાંત રતિલાલ જસાણી (રહે. બન્ને, ચુનારાવાડ, રાજકોટ)ની અટકાયત કરી, 565 લીટર દેશીદારૂ, કિંમત રૂપિયા 11,300 અને કાર કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ 2,61,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં ટંકારા પોલીસે બન્ને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા દેશી દારૂનો આ જથ્થો શનાળા ગામમાં રહેતા દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા અને સુરેશ ઉર્ફે સુડો લખમણભાઈ થરેસાને આપવા જઈ રહ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે દેશી દારૂ મંગાવનાર બન્ને આરોપી વિરુદ્ધ પણ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો દાખલ કરી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી ટંકારા પીએસઆઇ બી.ડી.પરમાર, હેડ કોન્સ્ટેબલ નગીનદાસ નિમાવત, વિજયભાઈ નાગજીભાઈ બાર, પોલીસ કોન્સ્ટેબલ ખાલીદખાન રફિકખાન અને હિતેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..,