મોરબી : મોરબી શહેર તેમજ સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી નજીકથી મોરબી શહેર તેમજ વાંકાનેર તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડામાં બે વરલી ભક્તોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી શહેરના વાંકાનેર દરવાજા નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી દિનેશભાઇ છત્રભુજભાઇ કારીયા ઉ.60 નામના વૃદ્ધને સીટી એ ડિવિઝન પોલીસે વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1600 સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ ઉપર સેન્સો ચોકડી નજીકથી આરોપી જયસુખ રાજુભાઇ કુનતીયાને રોકડા રૂપિયા 340 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.