મોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં બે વરલીભક્તને ઝડપી લઈ એક કિસ્સામાં વરલીના આકડાની કપાત લેનાર આરોપીનું નામ ખોલાવી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.વરલી મટકાના જુગારના પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે માધાપર ઝાપા પાસેથી આરોપી પરેશ હસમુખભાઈ આસર રહે.સમજુબા સ્કૂલ પાસે, વાવડી ગામ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1400 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું હતું. વધુમાં આરોપી આકડાની કપાત વીસીપરામાં રહેતા આરોપી હુસેન ઝકુભાઈ કાચા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા હુસેનને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે શિવમ હોસ્પિટલ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇરફાન રફીકભાઈ સમા રહે.સો ઓરડી, મોરબી વાળાને વરલી મટકાના સાહિત્ય સાથે પકડી પાડી રોકડા રૂપિયા 1060 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.