વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સીટી સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી હાઈસ્કૂલ નજીક બે અલગ અલગ દરોડામાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી હાઈસ્કૂલ નજીકથી આરોપી ફિરોજ મુસાભાઈ માજોઠિયાને વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 910 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કર્યું હતું. જ્યારે બીજા દરોડામાં અમરસિંહજી હાઈસ્કૂલ નજીક નાલા પાસેથી આરોપી રામજી મનજીભાઈ ગાંગરોસા રહે.નવાપરા વાંકાનેર નામના શખ્સને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1110 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.