મોરબી : મોરબી જિલ્લામા પોલીસે બે અલગ અલગ દરોડામાં માળીયા મિયાણા અને વાંકાનેર શહેરમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે માસુમશા પીરની દરગાહ પાસે જાહેરમાં આંકડા લઈ જુગાર રમાડનાર આરોપી અલ્યાશ હુસેનભાઈ ખોડ રહે.મોટી બજાર માળીયા વાળાને રોકડા રૂપિયા 400 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે સ્ટેશન રોડ ઉપરથી આરોપી દિનેશ ગોવિંદભાઇ મોરવાડિયાને રોકડા રૂપિયા 210 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.