ટ્રકનું ટાયર ફાટી જતા બેટરી ચોરવા આવેલા શખ્સોએ લૂંટ કરીમોરબી : હળવદ - માળીયા હાઇવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા બંધ પડેલા ટ્રકમાંથી બેટરી ચોરવા આવેલા બે અજાણ્યા શખ્સોને ટપારતા બનાસકાંઠાના ટ્રક ચાલકને માર મારી બન્ને શખ્સો ટ્રકની બેટરી તેમજ રોકડા રૂપિયા 5000ની લૂંટ કરી નાસી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં હળવદ - માળીયા હાઇવે ઉપર તુલસી પેટ્રોલ પંપ નજીક બનાસકાંઠાના ભરડવા ગામના રહેવાસી કિરણભાઈ બબાભાઈ રબારીના ટ્રકનું ટાયર ફાટી જતા હાઇવે ઉપર ટ્રક પાસે બેઠા હતા ત્યારે બે અજાણ્યા કાર ચાલક ટ્રક પાસે આવી બેટરી કાઢતા હોય જેથી બન્નેને અટકાવતા બન્ને આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી ટ્રકની બન્ને બેટરી ચોરી ગયા હતા અને ટ્રક ચાલકના ખિસ્સામાંથી 5000 રોકડા મળી 15 હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.