બન્ને ટ્રક બળીને ખાખ, ફાયર વિભાગ ઘટના સ્થળેમોરબી : મોરબીના જાંબુડીયા પાસે અકસ્માત બાદ બે ટ્રકમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા વળ્યાં છે. બીજી તરફ ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી ગયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર આજે રાત્રીના સમયે મોરબી નજીક જાંબુડીયા પાસે હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્પાર્ક થવાના કારણે બન્ને ટ્રકોમાં આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બન્ને ટ્રકો બળીને ખાખ થઈ ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ આ મામલે ફાયર વિભાગને જાણ થતાં તેની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પહેલા એક ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતી. બાદમાં આગ ગંભીર હોવાનું જણાતા બીજુ ફાયર ફાઈટર મોકલી દેવામાં આવ્યું છે. હાલ આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.