રાજકોટ : પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં આવેલા દાદર ખાતે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનો પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 1) 16.05.2026 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22946 ઓખા-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઓખાથી 2 કલાક 15 મિનિટ મોડી ઉપડવા માટે રિશેડ્યુલ કરવામાં આવી છે. આ સાથે આ ટ્રેન બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2) 15.05.2026 ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આમ, આ ટ્રેન બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.