ટ્રેકટરમાં બેઠેલા શ્રમિક ઉપર સામેથી આવતા ટ્રેક્ટરનું વ્હીલ ફરી ગયું મોરબી : મોરબીના જોધપર-રફાળેશ્વર રોડ ઉપર બે ટ્રેકટર સામ-સામે અથડાયા બાદ ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ શ્રમિક ઉપર ફરી વળતા મધ્યપ્રદેશના વતની શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જોધપર-રફાળેશ્વર રોડ ઉપર ટ્રેકટર લઈને જઈ રહેલા વસંતભાઇ લાલજીભાઇ પરમાર રહે.શકત શનાળા વાળનાં ટ્રેકટર સાથે સામેથી આવતા આરોપી ઉમેશ તેરૂભાઇ વસુનીયા રહેવાસી મધ્યપ્રદેશ વાળાએ પોતાનું ટ્રેકટર અથડાવતાં આ અકસ્માતમાં ટ્રેકટરમાં બેઠેલા મોહન સીકુભાઇ ડામોર ઉ.36 નામનો યુવાન નીચે પડી ગયો હતો. બાદમાં આરોપી ઉમેશના ટ્રેક્ટરનું મોટું ટાયર મોહનભાઇના શરીરની છાતી પેટ પરથી ફરી વળતા દબાઇ જતા છાતીના પેટના તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોહનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે કોહનીયાભાઇ સીકુભાઇ ડામોર રહે.હાલ મોરબી લીલાપર રોડ ઇલેકટ્રીક સ્મશાનની સામે આપાભાઇ કુંભરવાડીયાના ડેલામાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ફરિયાદને આધારે આરોપી ઉમેશ તેરૂભાઇ વસુનીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.