બે ટ્રક બંધ પડી જતા હાઇવે ઉપરાંત સર્વિસ રોડ ઉપર પણ સર્જાયો ટ્રાફિક, વાહનચાલકો પરેશાનમોરબી : મોરબી નજીક સાંજે ત્રાજપર ચોકડીથી લાલપર વચ્ચે બેથી ત્રણ કિમિ લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. એકાદ કલાક સુધી અહીંથી વાહનો નીકળી શકે તેમ ન હોય તેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. મોરબી માટે આમ તો ટ્રાફિક સમસ્યા સામાન્ય બની ગઈ છે. રોજની જેમ આજે પણ સાંજે 7:15 વાગ્યાના અરસામાં ત્રાજપર ચોકડીથી લાલપર વચ્ચે અંદાજે 2થી 3 કિમિ લાંબો ટ્રાફિકજામ થયો હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે. બે ટ્રક બંધ પડી જતા અહીં ટ્રાફિક જામ થયો છે. હાઇવે ઉપરાંત સર્વિસ રોડ ઉપર પણ વાહનોના થપ્પા લાગ્યા છે. હાઇવે ઉપર અવાર નવાર સર્જાતા ટ્રાફિક સામે હાઇવે ઓથોરીટી અને ટ્રાફિક પોલીસ પગલાં લ્યે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.