માળીયા અમદાવાદ હાઇવે બંધ થતાં ટ્રાફીકજામ થવાથી અમદાવાદ તરફ જતા લોકો અટવાયા મોરબી : માળીયા અને ધ્રાંગધ્રા વચ્ચે બે-ત્રણ ટ્રકમાં આગ લાગતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેમાં માળીયાથી ધ્રાંગધ્રા થઈને અમદાવાદ તરફનો હાઇવે બંધ થતાં ટ્રાફિકજામ થવાથી અમદાવાદ તરફ જતા લોકો અટવાય ગયા છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા અને ધ્રાંગધ્રા વચ્ચે આજે બેથી ત્રણ ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી છે. આ ઘટનાને પગલે વાહન વ્યવહારને અસર પડી છે. જેમાં માળીયાથી ધ્રાંગધ્રા થઈને અમદાવાદ તરફનો હાઇવે બંધ થઈ ગયો છે. આથી મોરબીથી અમદાવાદ જવા નીકળેલા લોકો ધ્રાંગધ્રા પાસે ફસાયા હોવાનું જાણવા મળે છે. મોરબીથી અમદાવાદ જવું હોય તો લિબડી અથવા સુરેન્દ્રનગરથી જઈ શકાશે .