મોરબી : રાજકોટના નવદુર્ગા એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે બાળકોને સમર્પિત શિક્ષકો પસંદ કરીને શિક્ષક રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના બે શિક્ષકોને આ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં સભારાવાડી પ્રાથમિક શાળાના દલસાણિયા વિજયકુમાર મગનલાલ અને બીલીયા પ્રાથમિક શાળાના ગોધવિયા ગૌતમભાઈ રામજીભાઈ નામના બન્ને શિક્ષકોને શિક્ષક રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા મોરબી જિલ્લાનું ગૌરવમાં પણ અભિવૃદ્ધિ કરી છે. આ બંને શિક્ષકો દ્વારા બાળકો માટે હંમેશા નવીનત્તમ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ તકે બંને શિક્ષકોએ નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.