મોરબી :મોરબીમાં હાલ કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને તેઓના સેમ્પલ લેવાનું યથાવત છે. આજરોજ મોરબી શહેર વિસ્તારના 22 વર્ષના યુવાન અને સરતાનપર ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી 30 વર્ષની યુવતીમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેઓના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.