ટંકારા : જબલપુર પ્રાથમિક શાળાના બાળકોએ શિષ્યવૃત્તિ પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓ માંથી 15 પાસ થઈ 100 ટકા પરિણામ સાથે મેરીટમાં સ્થાન મેળવી ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે. ટંકારા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા લેવાયેલ શિષ્યવૃતિની પરીક્ષા PSEમાં ફેફર નમ્ર પ્રવિણભાઈ કુલ ગુણ 200 માંથી 179(જિલ્લામાં તૃતિય નંબરે) અને NMMSમાં પણ ફેન્સી અલ્પેશભાઈ કુલ ગુણ 180 માંથી 138 (તાલુકામાં દ્વિતિય નંબરે) પાસ થઈ મેરીટમાં સ્થાન મેળવેલ છે.