માળિયા (મિયાણા) : 22 માર્ચના રોજ જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષામાં નાનાભેલા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ પ્રિન્સ ચાવડા અને કલ્પેશ પગીએ ઉત્તમ દેખાવ કરીને મેરીટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય કલ્પેશભાઈ કાનેટિયાએ અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.