મોરબી બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક બનેલી ઘટનામોરબી : મોરબી શહેર નજીક આવેલ જેપુર ગામથી મોટર સાયકલ ઉપર મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પરીક્ષા દેવા આવતી બે વિદ્યાર્થીનીઓને મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે કાળમુખા ડમ્પરે હડફેટે લઈ ટક્કર મારતા એક વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યું હતું, જયારે બીજી વિદ્યાર્થીનીને હાથ અને પગમાં ઈજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેપુર ગામના રહેતા બંસીબેન જીતેન્દ્રભાઇ ધમાસણા અને તેની સખી જસ્મિતાબેન પ્લેટીના મોટર સાયકલ લઈને મોરબી પીજી પટેલ કોલેજમાં પરિક્ષા આપવા આવતા હતા ત્યારે કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ડમ્પર નંબર જીજે-૧૨-બીઝેડ-૮૪૪૨ના ચાલકે પંચાસર ચોકડી તરફથી દલવાડી સર્કલ તરફ લાવી બંસીબેનના બજાજ પ્લેટિના નમ્બર જીજે-૩૬-એબી-૭૯૦૧ વાળા સાથે સાઇડમા ઠોકર મારતા બંસીબેનને જમણા હાથ તથા જમણા પગમા મુંઢ ઇજાઓ પહોંચી હતી જયારે પાછળની સીટમા બેસેલ જસ્મીતાબેનને માથાના ભાગે તેમજ કમરના ભાગે ગંભીર ઇજા થતા તેને ઘટના સ્થળેથી બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમન મૃત જાહેર કરતા અકસ્માત અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.