રૂ.15થી 20 હજારની રોકડની ચોરી : ઘટના સીસીટીવીમાં કેદમોરબી : મોરબીના રફાળેશ્વરમાં કરિયાણાની દુકાનને બે તસ્કરોએ નિશાન બનાવી આજે વહેલી સવારે ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રફાળેશ્વરમાં ઇસ્કોન શોપિંગમાં ઓમ સેલ્સ કિરાણા દુકાનમાં આજે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાના અરસામાં બે તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં તસ્કરોએ ગલ્લામાં રાખેલી રૂ.10, 20 અને 50ની નોટોના બંડલો ચોરી કરી લીધા હતા. દુકાનદારના જણાવ્યા અનુસાર રૂ.15થી 20 હજારના છુટ્ટા પૈસા રાખ્યા હતા. તેની ચોરી થઈ છે. આ મામલે પોલીસને અરજી કરી છે. પોલીસની ટિમ દુકાને તપાસ અર્થે પણ આવી હતી.