શટર ઊંચકી કોપર વાયર તેમજ મોટરની બોડી સહિત રૂ.1.98 લાખની ચોરી કરી હતી : છકડો રીક્ષા સહિત 64,200ના મુદામાલ સાથે રાજકોટના બે શખ્સને ઝડપી લેવાયામોરબી : મોરબીના લગધીરપુર રોડ પર બે દિવસ પહેલા મોટર રિવાઇન્ડિંગની દુકાનના શટર ઉચકાવી કોપરના વાયર, મોટરની બોડી, સીસીટીવી કેમેરાના ડીવીઆર સહિત રૂ.1.98 લાખથી વધુ રકમની ચોરીની ઘટનામાં મોરબી એલસીબી ટીમે રાજકોટના બે તસ્કરોને દબોચી લઈ છકડો રીક્ષા સહિત કુલ રૂ.64,700નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ પર આવેલ ન્યુ પટેલ મોટર રિવાઇન્ડિંગ નામની દુકાનમાં તા.3 ડિસેમ્બરના રોજ અજાણ્યા તસ્કરો કોપર વાયર, મોટરની બોડી અને સીસીટીવી કેમેરાના ડીવીઆર સહિત રૂ.1,98,200નો મુદ્દામાલ ચોરી કરી લઈ જતા દુકાનદાર મનીષભાઈ રામજીભાઈ મેરજાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ચોરીની આ ઘટનામાં મોરબી એલસીબી ટીમને ટેક્નિકલ અને હ્યુમનસોર્સ મારફતે સચોટ બાતમી મળી હતી કે, ચોરી કરનાર ઈસમો ધરમપુર રોડથી લાભનગર તરફ નિકળનાર છે.જે બાતમીને પગલે પોલીસે વોચ ગોઠવી નંબર વગરની છકડો રીક્ષામાં નીકળેલા આરોપી સંજય ઉર્ફે અભલો ગીરીશભાઈ સોલંકી રહે.રાજકોટ અને આરોપી સંજય ઉર્ફે સંજલો શંભુભાઈ ડાભી રહે.રાજકોટ વાળાને અટકાવી તલાશી લેતા 100 કિલોગ્રામ કોપર વાયર સાથે ઝડપાઇ ગયા હતા અને આરોપીઓએ ચોરી કરી હોવાનું કબુલતા 25 હજારની કિંમતની રીક્ષા સહિત રૂ.64,700નો મુદ્દામાલ કબ્જે કરી અન્ય મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.