મોરબી : મોરબી નજીક સેનેટરી વર્સ કારખનાની ઓરડીમાં રહેતી બે પરપ્રાતિય બહેનો અચાનક કોઈ કરણોસર લાપતા બની જતા તાલુકા પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના વિરાટનગર ગામ પાસે આવેલ ઓસીસ સેનેટરી વર્સ નામના કારખનાની ઓરડીમાં રહેતી પ્રીતિબેન સતિષભાઈ માલવી ઉ.વ.22 નામની પરણીતાં તેની નાની બહેન મનીષાબેન કેદારભાઈ માળવીયા ઉ.વ.17 સાથે ગતતા 26ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.ત્યારબાદ સમયસર બન્ને બહેનો પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ બન્ને બહેનોનો પતો ન લાગતા અંતે તેના પિતા કેદારભાઈ ધૂલજીભાઈ માલવીયાએ તાલુકા પોલીસમાં ગુમસુદા નોધાવી છે.જોકે આ બન્ને બહેનો આ કારખાનામાં અલગઅલગ ઓરડીમાં સાથે જ રહેતી હતી.પરંતુ એકસાથે બને બહેનો ગુમ થવા અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news