કપડાં ધોતી વખતે અકસ્માતે આ કરુણાંતિકા સર્જાઈ મોરબી : મોરબીના ટીંબડી ગામ નજીક આવેલ પાણીના ખાડામાં બે સગી બહેનોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. બે સગી બહેનોના ડૂબી જવાથી મોત થતા તેના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. કપડાં ધોતી વખતે આ કરુણાંતિકા સર્જાઈ હતી. આ બનાવ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવી ટીંબડી ગામે રહેતી એક જ પરિવારની બે સગી તરુણ વયની બહેનો સોનીબેન શંકરભાઇ અખિયાણી ઉ.વ.12 તથા હિરૂબેન શંકરભાઈ અખિયાણી ઉ.વ.16નું આજે ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. બાદ બંને હતભાગી બહેનોના મૃતદેહને પાણીના ખાડામાથી બહાર કાઢીને પી.એમ. અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાણવા મળતી વિગતો મુજબ પાણીના ખાડા પાસે કપડાં ધોતી વખતે અકસ્માતે આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. બે સગી બહેનોના ડૂબી જવાથી કરુણ મોત થતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તાલુકા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne