એક બનાવમાં એસટી બસ ઇકો કાર પાછળ ઘુસી ગઈ, બીજા બનાવમાં પણ એસટી બસ ઇનોવા કાર પાછળ અથડાઈ હળવદ : હળવદ હાઇવે ઉપર અલગ અલગ બે અકસ્માત બન્યા હોવાનું સામે આવ્યું છે.એક બનાવમાં એસટી બસ ઇકો કાર પાછળ ઘુસી ગઈ હતી. બીજા બનાવમાં પણ એસટી બસ ઇનોવા કાર પાછળ અથડાઈ હતી. આ બન્ને અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાની થઈ ન હતી. હળવદ હાઇવે પર બનેલા બે અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ બનાવમાં હળવદ હાઇવે પર હોટલ હરીદર્શન ચોકડી પાસે ભવનગર તરફ પુરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસ આગળ જઈ રહેલી ઇકો પાછળ ઘુસી ગઈ હતી. જો કે બનાવમાં કોઈને સહેજ પણ ઇજા થઇ ન હતી. બીજા બનાવમાં હળવદના કોયબા ગામ પાસે હાઇવે ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસે અમદાવાદ તરફ પુરઝડપે જઈ રહેલી એસટી બસ આગળ જતી ઇનોવા કાર પાછળ ટકરાઈ હતી. આ બનાવમાં પણ કોઈને ઇજા થઇ નથી. જ્યારે મુસાફરોને બીજી બસમાં રવાના કર્યા હોવાનું જાણવા મળે છે.