ટંકારાની નવજ્યોત અને સરદાર પટેલ વિદ્યાલયની ટીમ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે ટંકારા : આજરોજ તારીખ 7 ઓક્ટોબરના રોજ 'રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ' ૨૨ (નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ '૨૨) 'દુનિયા એક રંગમંચ છે. કલાકાર બનતાં નથી, જન્મે છે.' વિષય પર નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ટંકારાની નવજ્યોત અને સરદાર પટેલ વિદ્યાલયની ટીમે જિલ્લાભરમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ ટીમ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે આ સ્પર્ધામાં મુખ્ય વિષય તરીકે 'માનવ જાત નાં લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી' અને પેટા વિષય તરીકે (1) રસીની વાર્તા (2) રોગચાળો:- સામાજીક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ (3) જીવનની ગુણવત્તા સુધારવા માટે ટેકનોલોજી ઈનોવેશન (4) મૂળભૂત વિજ્ઞાન અને સતત્ વિકાસ- વિષય ઉપર નાટ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લાની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો. આ નાટ્ય મહોત્સવમાં નવ જ્યોત અને સરદાર પટેલ વિદ્યાલય ટંકારાની ટીમ જિલ્લાકક્ષાએ વિજેતા થઈ હતી. આ વિજેતા ટીમ હવે રાજ્યકક્ષાએ ભાગ લેવા ગાંધીનગર જશે.