પ્રથમ ક્રમે સાર્થક વિદ્યામંદિર અને તૃતીય ક્રમે સરસ્વતી શિશુ મંદિરને સન્માન મળ્યુંમોરબી : સંસ્કૃત ભારતી મોરબી જનપદના સંયોજક કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે, દર વર્ષે યોજાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં મોરબી જિલ્લાની બે શાળાને સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે. સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ ક્રમે સાર્થક વિદ્યામંદિર અને તૃતીય ક્રમે સરસ્વતી શિશુ મંદિરને આ સન્માન પ્રાપ્ત થયું છે. જે સંસ્કૃત ભારતી તેમજ મોરબી જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ છે.ઉલ્લેખનીય છે કે, સંખ્યાની દ્રષ્ટિએ સમગ્ર પ્રાંતમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમે છે. કુલ 31 કેન્દ્રો માં 6800 જેટલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી હતી. જેમાં સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે. સાર્થક વિદ્યામંદિરે સાતમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.25 જૂન 2025ના ગાંધીનગર ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સહયોગથી સંસ્કૃતોત્સવ 2025 યોજાયો હતો. જેમાં સાર્થક વિદ્યામંદિર તરફથી આ સન્માન લેવા માટે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ, સંસ્કૃતના શિક્ષક મનેષભાઈ બુદ્ધદેવ તેમજ વ્યવસ્થાપન ટીમના મહેશભાઈ અને હરપાલસિંહ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ વિદ્યાર્થી, વાલીઓ તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશ તેમજ સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભાગ્યેશ ઝા (અધ્યક્ષ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર), ડૉ. સુકાંત કુમાર સેનાપતિ (અધ્યક્ષ શ્રી સૌરાષ્ટ્ર પ્રાંત, સંસ્કૃત ભારતી, વાઇસ ચાન્સેલર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ), હિમાંજય પાલીવાલ(અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગુજરાત), વલ્લભભાઈ પટેલ (સરદાર) (વડા, કડી સર્વવિદ્યાલય, કેળવણી મંડળ), ડૉ. કૃષ્ણ પ્રસાદ નિરૌલા (અધ્યક્ષ, ગુજરાત પ્રાંત, સંસ્કૃત ભારતી), ડો. જયેન્દ્રસિંહ જાદવ (સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર) વગેરે સંસ્કૃત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.