મોરબી : મોરબીમાં લીલાપર રોડથી ઉમિયા સર્કલ વચ્ચેના બે રોડ હવેથી વન વે જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા આ મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેની મુદત હાલ 30 દિવસની રાખવામાં આવી છે.● લીલાપર રોડથી ઉમિયા સર્કલ જવા માટે શ્યામ ગ્લાસવેર, એસપી રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કૂલ થઈ ઉમિયા સર્કલ તરફ જવાનું રહેશે.● ઉમિયા સર્કલથી લીલાપર રોડ જવા માટેઉમિયા સર્કલથી અવની ચોકડીથી રવાપર ચોકડીથી વર્ધમાન ચોકડી થઇ લીલાપર રોડ તરફ જવાનું રહેશે.