વર્ષ 2017માં બનેલા બનાવમાં હળવદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે વર્ષ 2017માં બનેલા મારામારી કેસમાં હળવદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.જેમાં ચરાડવા ગામે ખેતરના રસ્તાની તકરાર મામલે ખેડૂત પર હુમલો કરનાર આરોપી બંને સગા ભાઇ ને હળવદ કોર્ટે અઢી વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને ખેતીકામ કરતા ઘનશ્યામભાઈ ત્રિભોવનભાઈ સોનાગ્રા ઉ.વ.35 નામના ખેડૂત પર વર્ષ 2017માં ખેતરના રસ્તાની તકરારમાં આરોપીઓ જગદીશભાઈ ગોકળભાઈ ચૌહાણ અને હિતેશભાઈ ગોકળભાઈ ચૌહાણએ પાઈપ-ધોકા થી હુમલો કર્યો હતો.આ બનાવની જે તે સમયે ઘનશ્યામભાઈએ આરોપી એવા બંને સગા ભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આથી તે સમયે હળવદ પોલીસે આ બનાવની યોગ્ય કાર્યવાહી કરી હતી.દરમિયાન આ મારમારીનો કેસ બી.એમ.રાજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને આરોપી બંને ભાઈ ને કલમ 323, 324 અને 114 હેઠળ દોષિત ઠેરવીને બન્નેને 30 મહિનાની કેદની સજા અને રૂ.23 હજારનો દંડ ફટકાર્યો હતો.આ કેસમાં સરકારી વકીલ એ.પી.માલવણીયા અને ફરિયાદી પક્ષે વકીલ ડી.એચ.પંડ્યા રોકાયા હતા.