એક મોટર સાયકલ સહિત 70,800નો મુદ્દામાલ કબ્જે કરાયોહળવદ : હળવદ પોલીસે ચરાડવા અને ધણાદ ગામે બાતમીને આધારે બે અલગ - અલગ દરોડામાં વિદેશી દારૂની નાની મોટી 84 બોટલ કબ્જે કરી હતી. જેમાં ચરાડવા ગામે દરોડા દરમિયાન આરોપી નાસી જતા મોટર સાયકલ કબ્જે કરાયું હતું.જ્યારે ધણાદ ગામે આરોપીને ઝડપી લેવાયો હતો.વિદેશી દારૂના પ્રથમ દરોડામાં હળવદ પોલીસે ચરાડવા ગામના વીજ સબ સ્ટેશન નજીકથી બાતમીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ એક્સેસ મોટર સાયકલ લઈને પસાર થતા આરોપી આમીન અનવરભાઈ કાજેડીયા રહે.ચરાડવા વાળાને રોકવા કોશિશ કરતા આરોપી નાસી ગયો હતો.જો કે, એક્સેસ મોટર સાયકલની તલાશી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 બોટલ કિંમત રૂપિયા 36 હજાર મળી આવતા 30 હજારના બાઈક સહિત કુલ 66 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. જ્યારે બીજા દરોડામાં ધણાદ ગામે દેવીપૂજક વાસ નજીકથી હળવદ પોલીસે આરોપી કેવળ ભાણજીભાઈ નગવાડિયા રહે.મંગળપુર તા.હળવદ વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની 48 બોટલ કિંમત રૂપિયા 4800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.