હળવદ : હળવદ તાલુકાના અજિતગઢ અને ખોડ ગામની સીમમાં હળવદ પોલીસે બે અલગ અલગ દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે બીજા દરોડામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર હાથ ન લાગતા ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રથમ દરોડામાં હળવદ પોલીસે અજિતગઢ ગામની સીમમાં આરોપી રજની પ્રેમજી આગોલાની વાડીએ દરોડો પાડી આરોપી સુનિલ જીવાભાઈ થરેચા ઉ.31 રહે.ભવાની ઢોરો હળવદ વાળાને 600 લીટર આથો કિંમત રૂપિયા 15 હજાર સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.દરોડા દરમિયાન આરોપી રજની પ્રેમજી આગોલા હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવ્યો હતો.બીજા દરોડામાં ખોડ ગામની સીમમાં દરોડો પાડી અજાણ્યા આરોપીઓની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ 100 લીટર ગરમ આથો, 1550 લીટર ઠંડો આથો, 325 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1,06,250નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.