મોરબી : રાજ્યના 223 જેટલા પીએસઆઈને પીઆઇના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હરેશ રામભાઈ હેરભા અને એમઓબીમાં ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ રાજાભાઈ સોનારાને પણ પીઆઇના પ્રમોશન મળ્યા છે. આ બન્ને અધિકારીઓ હાલ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી પોતાની જગ્યાએ જ કાર્યરત રહેશે.