મોરબી: મોરબી જિલ્લામાં યોજાયેલ ખેલ મહાકુંભની ટેબલ ટેનિસ સ્પર્ધામાં 60થી વધુ વય જૂથના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં એડવોકેટ પી. આર. પરમાર અને નિમેષભાઈ પી. અંતાણીએ જોરદાર પ્રદર્શન કર્યું હતું.સિંગલ્સ સ્પર્ધામાં એડવોકેટ પી. આર. પરમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે નિમેષભાઈ પી. અંતાણી દ્વિતીય સ્થાને વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત, ડબલ્સ સ્પર્ધામાં પણ એડવોકેટ પી. આર. પરમાર અને નિમેષભાઈ પી. અંતાણીની જોડીએ શાનદાર રમત દાખવીને પ્રથમ નંબર મેળવ્યો હતો.આ વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે. તેઓ તારીખ 9 જાન્યુઆરી, 2026 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેમની આ સિદ્ધિ બદલ પરિવાર, મિત્રો અને વડીલોએ તેમને અભિનંદન પાઠવ્યા છે અને આગામી સ્પર્ધામાં સફળતા માટે શુભેચ્છાઓ આપી છે.