રાજકોટ ખાતે યોજાયેલી ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં મિહિર ગોસાઈ પ્રથમ અને વિસ્મય ત્રિવેદી દ્વિતીય ક્રમે વિજેતામોરબી અપડેટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા પ્રતિવર્ષ યોજાતી ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તાજેતરમાં રાજકોટની વિરાણી સાયન્સ કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે યોજાયેલા રોમાંચક મુકાબલાઓમાં મોરબીના બે યુવાનોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આ ટુર્નામેન્ટમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાની વિવિધ કોલેજોમાંથી કોલેજ કક્ષાએ વિજેતા થયેલા પ્રતિ કોલેજ 4-4 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબીની જી. જે. શેઠ કોમર્સ કોલેજના મિહિર કૈલાશગીરી ગોસાઈ પ્રથમ ક્રમે તથા GMERS મેડિકલ કોલેજના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. આ બંને વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ બંને યુવાનો મોરબી મહાનગરપાલિકાની ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ અને ખેલ મહાકુંભ સહિતની સ્પર્ધાઓમાં વિજેતા બની ચૂક્યા છે. હવે આ બંને ખેલાડીઓ આગામી ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. મોરબીના ખેલાડીઓની આ શાનદાર સિદ્ધિ બદલ ટેબલ ટેનિસ ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો સહિત સમગ્ર મોરબીના ખેલ પ્રેમીઓ દ્વારા તેઓને ચોમેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #TableTennis #SportsNews #SaurashtraUniversity #MorbiPlayers #MorbiNews