મોરબી : પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 19 પીઆઇ ( પોલીસ ઇન્સ્પેકટર)ની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં સીઆઇડી ક્રાઈમમાં ફરજ બજાવતા એમ.આર.ગોઢાણીયા અને પીટીસી જૂનાગઢના વી.એલ. પટેલને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બે પીઆઇની નિમણુંક થતા જિલ્લામાં ખાલી પડેલ પીઆઇની જગ્યા ભરાશે અને કામગીરીમાં થોડા અંશે રાહત થશે.