મુંબઈ ખાતે યોજાએલ ક્રિએટીવ વિઝિનરી એવોર્ડ સમારંભમાં નિલેશ કણજરીયા અને અર્પિત પટેલની વિશેષ બહુમાનહળવદ : હળવદના પ્રતિભાવાન યુવા ફોટોગ્રાફર અને એડીટર એવા ફોકસ સ્ટુડિયોવાળા નિલેશ કણજરીયા અને અર્પિત પટેલે હાલમાં મુંબઈ ખાતે યોજાએલ ક્રિએટીવ વિઝિનરી એવોર્ડ સમારંભમાં પ્રતિભાશાળી ફોટોગ્રાફરનો એવોર્ડ મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. નિલેશ કણજરીયા છેલ્લા 10 વર્ષ થી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે. વેડીંગ ફોટોગ્રાફીથી શરૂઆત કરીને આજે આધૂનિક સમયની ટેકનોલોજી સાથે તાલ મેળવીને પોતાની આગવી શૈલીથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્ય કરે છે અને આજે તેના કાર્યની કિર્તિ હળવદના સીમાડા વટાવીને સમગ્ર મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાને પાર જઇ રહી છે અને એનું પરિણામ આજે મુંબઈ યોજાયેલા કાર્યક્રમમાં જોવા મળયુ. આ એવોર્ડ કાર્યક્રમ માં મશહુર ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમામાલીનીના દિકરી અભિનેત્રી, રાઇટર અને ડાયરેક્ટર ઈશા દેવોલના હસ્તે નિલેશ કણજરીયા અને અર્પિત પટેલએ પ્રાપ્ત કરી સમગ્ર ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. આ સિધ્ધિ હાંસલ કરવા બદલ નિલેશ કણજરીયાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.