ટંકારા : ગઈકાલે તા. 10ના રોજ ટંકારા પોલીસ દ્વારા ટંકારામાં ઉગમણા નાકા પાસે નદીના કાંઠે ખુલ્લી જગ્યામા રોકડ રકમ રૂ. 980 સાથે જુગાર રમતા કારૂભાઇ જેરામભાઇ સાલાણી (ઉ.વ-૫૦, રહે- ટંકારા રૂપાવટી સોસાયટીની બાજુમા, દેવીપુજક વાસ) તથા રમેશભાઇ લક્ષમણભાઇ સરવૈયા (ઉ.વ-૫૭, રહે- ટંકારા ઉગમણા નાકા, કોળીવાસ)ને પકડી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.