ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂ. ૨૭.૩૦ લાખની સોલાર પ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીને અંજામ આપનાર બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર પ્લેટો કુલ-નંગ ૧૫૫ કિ.રૂ. ૨૭,૩૦,૭૨૮/-ની કોઇ ચોર ઇસમો ચોરી કરી લઇ જતા ગુન્હો વણશોધાયેલ હોય જેની તપાસ ચાલી રહી હતી.આ દરમિયાન ટેક્નીકલ એનાલીસીસ તથા ખાનગી બાતમીદાર આધારે ખુમાનસીંગ દુર્ગસીંગ પઢીયાર ઉ.વ.-૨૮ રહે. તલીયા જી.-બાડમેર રાજસ્થાન તથા ગુલામ પનુ રાઉમા ઉવ-૩૮ રહે. તા.-રામસર જી.-બાડમેર વાળાને ઝડપી પાડી તથા ગુન્હામાં ઉપયોગમા લિધેલ વાહન ટાટા એલપી.ટી. ૧૫૧૨ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- વાળુ કબ્જે કરી વધુ આરોપીઓ તથા મુદ્દામાલ રીકવર કરવા પ્રયત્ન ચાલુ કરાયા છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.આર. હેરમા, એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, પો.હેડ.કોન્સ. વિજયભાઇ નાગજીભાઈ બાર, એ.એસ.આઇ. ભાવેશકુમાર ધિરજલાલ વરમોરા, પો.કોન્સ શૈલેષભાઇ ઓધવજીભાઇ ફેફર, પો.કોન્સ. ગૌરવભાઇ કનુભા ગઢવી તથા પો.કોન્સ. કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા, પો.કોન્સ. સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા સહિતના રોકાયેલ હતા.