માળિયા અને હળવદમાં એક-એક શખ્સોને દારૂ ઢીંચેલી હાલતમાં તથા વાંકાનેરમા એક મહિલા સહિત ત્રણ દેશી દારૂના જથ્થા સાથે પકડાયા મોરબી : મોરબીમાં પીધેલી હાલતમાં છ તેમજ દેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે માળિયા અને હળવદમાં એક-એક શખ્સોને દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાયા હતા. જ્યારે વાંકાનેરમાં એક મહિલા સહિત ત્રણ દેશી દારૂના જથ્થા સાથે પકડાયા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પોલીસે ગઈકાલે પીધેલી હાલતમાં શખ્સોને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આલાપ રોડ પરથી કમલભાઇ ચૈતરામભાઇ શૈલકર, તીલકભાઇ જેઠુરામભાઇ નિસાદ, ભરત ઉર્ફે પિન્ટુ કરશનભાઈ વડેચા અને વિશાલભાઇ ગાંડાલાલ ભટ્ટ , વિશિપરામાંથી વિજયભાઇ ગોરધનભાઇ ગઁણેશીયા, રફાળેશ્વરમાંથી વસંતભાઈ નાનજીભાઈ રાજપરાને પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે માળિયાના વાગડીયા નજીકથી અનવરભાઇ દાઉદભાઇ કટીયા, હળવદના કેદારીયા ગામેથી રાહુલભાઈ મનુભાઈ હળવદીયા પીધેલી હાલતમાં પકડાયા હતા. જ્યારે દેશીદારૂના જથ્થા સાથે મોરબીના જેતપર રોડ પરથી હેમતભાઇ ડાયાભાઇ પરમાર, ધૂળકોટ ગામેથી ખતીજાબેન ગફારભાઇ લાખા તેમજ વાંકાનેરમા રાતાવીરડા રોડ પરથી લાલજીભાઇ ભુપતભાઇ, ઢુવા માટેલ રોડ પરથી રણજીત ઉર્ફે પમુ મનુભાઇ વાધેલા અને સીપાઇ શેરીના નાકા પાસેથી જાવીદભાઇ ઉર્ફે જાવલો મહમદભાઇ કુરેશીને પકડી પાડવામાં આવ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en