મોરબી : હળવદના કેદારીયા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી રૂ.1.51 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના કેદારીયા ગામની સામે આવેલ બુસલીના માર્ગે વોંકળાના કાંઠે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ 324 બોટલ મળી આવી હતી. પોલીસે 1,51,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી રણજીતગઢ ગામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલ આરોપીઓના નામ:● નારાયણ નાનજીભાઈ સોનગ્રા / દલવાડી (રહે. રણજીતગઢ, તા. હળવદ)● કાંતીલાલ મનસુખભાઈ કણઝરીયા / દલવાડી (રહે. રણજીતગઢ, તા. હળવદ)કબજે કરેલ મુદ્દામાલ:● વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ 324 (કુલ કિંમત 1,51,200)#MorbiUpdate #Halvad #PoliceRaid #LiquorSeized #MorbiPolice #CrimeNews #GujaratPolice #HalvadNews