વાંકાનેર : બામણબોર - વાંકાનેર નેશનલ હાઇવે પર ગત તા.11 ડિસેમ્બરના રોજ બાઈક લઇ ચોટીલા દવા છાંટવાનો પંપ રીપેર કરવવા જઈ રહેલા ફરિયાદી વસરામભાઈ રણછોડભાઈ બાવળિયા અને પંકજભાઈના બાઇકને ભલગામ નજીક જીજે - 01 - ડબ્લ્યુએસ - 6220ના અર્ટિકા કારના ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોચાડતા અકસ્માતના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.