વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે ગાળો બોલવાના મુદે મારામારી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ એક મહિલા સહિત બે વ્યક્તિને માર મારીને ઇજા પહોંચાડ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના નવા મહીકા ગામે રહેતા મોનાભાઈ સીધાંભાઈ મુધવા ઉ.વ.50 નામના પ્રોઢે તે જ ગામે રહેતા વેલાભાઈ રૈયાભાઈ ગમારા અને વિભાભાઈ વેલાભાઈ ગમારા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે આરોપી સાહેદ મલીબેન દેવાભાઈના ઘરે ગાળો બોલતો હોવાથી ફરિયાદીએ તમે સગા જ થાવ છો તો શું કામ ગાળો બોલો છો, તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને લાડકી વતી તથા ઢીકાપાટુંનો માર માર્યો હતો તેમજ મલીબેન દેવભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne