બન્નેને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા, બન્નેની તબિયત હાલ સારીમોરબી : મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની વાંકાનેર ખાતેની ઉજવણીમાં બે લોકોની તબિયત લથડી હતી. જો કે બન્નેને હોસ્પિટલ ખસેડાયા બાદ તબિયત હાલ સારી હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કુલ ખાતે ૭૬ માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન યોગા કરતા વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. જ્યારે અન્ય એક પુરુષની પણ તબિયત લથડી હતી. ચાલુ કાર્યક્રમમાં તબિયત લથડતા બન્ને લોકોને 108 દ્વારા વાંકાનેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ બંનેની તબિયત સારી હોવાની માહિતી મળી રહી છે.