મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગતરાત્રે એકટીવા બાઇક પર દારૂની હેરાફરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ સ્ટાફ ગતરાત્રે રવાપર રોડ પર પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે સમયે ત્યાથી પસાર થઈ રહેલા જી.જે.13 પી 0055 નંબરના એકટીવા બાઇકને અટકાવીને તલાશી લેતા એક્ટિવાની ડેકીમાંથી 3 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. આથી પોલીસે એકટીવા બાઇક પર બેઠેલા જય દિનેશભાઇ સોલંકી, રાહુલ રવજીભાઈ સોલંકીને 3 ઈંગ્લીશ દારૂની બોટલ તથા એકટીવા મળીને કુલ રૂ.10900નો મુદામાલ સાથે ઝડપીને બંને સામે ઈંગ્લીશ દારૂની હેરાફરી કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne