મોરબી : મોરબી શહેર જિલ્લામાં દારૂની બદી ઉપર ધોસ બોલાવી રહેલી પોલીસ દારૂના ધંધાર્થીઓને વીણી વીણીને પકડી રહી છે ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાં પાણાની ખાણ નજીક વોકળામાં દરોડો પાડી દેશી દારૂની બે ચાલુ ભઠ્ઠી પકડી પાડી બે આરોપીઓને પકડી પાડયા હતા.મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ટીંબડી ગામની સીમમાં ડેલ્ટા સ્ટોન ખાણ નજીક આવેલ વોકળામાં દરોડો પાડી આરોપી વિનોદ પરસોતમ બારૈયા રહે. જૂની ટીંબડી અને આરોપી નીતિન છગન સોમાણી રહે.જૂની ટીંબડી ઢોરા વિસ્તાર વાળાની બે અલગ અલગ દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી અનુક્રમે રૂપિયા 12,900 અને 8300 રૂપિયાનો દેશી દારૂ, ઠંડો, ગરમ આથો અને ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી._____________________________________રબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news_____________________________________