રક્ષિત પ્રાણી નીલગાયની હત્યા બદલ છે ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ : વનવિભાગની ટિમો દોડી આવી હળવદ : હળવદના કોયબા રોડ ઉપર આજે વાડીમાં ગોઠવવામાં આવેલા વીજશોકને કારણે બે નીલગાયના મોત નિપજતા રેન્જ ફોરેસ્ટની ટિમો દોડી આવી છે અને નીલગાયના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી વીજશોક મુકનાર ખેડૂતને શોધવા તજવીજ હાથ ધરી છે .નોંધનીય છે કે નીલગાય રક્ષિત પ્રાણીની કેટેગરીમાં આવતું હોય, જો હત્યા કરાયાનું સાબિત થાય તો ત્રણ વર્ષની જેલ થઇ શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવળ કોયબા રોડ ઉપર આજે સવારે નીલગાયના મૃતદેહ પડયા હોવાના અને મૃતદેહોને ટ્રેકટરથી ઢસડી અન્યત્ર ફેંકવાની તજવીજ ચાલી રહી હોવાની બાતમી મળતા હળવદ રેન્જ વિસ્તાર હેઠળની ફોરેસ્ટ વિભાગની ટિમો બનાવ સ્થળે દોડી ગઈ હતી. જ્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ વાડીની ફેન્સીંગમાં વીજપ્રવાહ પસાર કરાતા આ બે નીલગાયના મોત નિપજ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બનાવ સ્થળેથી નીલગાયના બે મૃતદેહો તેમજ દોરડા સહિતની વસ્તુઓ જોવા મળી હતી. હાલ વનવિભાગે બન્ને નીલગાયના મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની વિધિ હાથ ધરી છે. વનવિભાગના જણાવ્યા મુજબ નીલગાય વન્યપ્રાણી કાયદા હેઠળ રક્ષિત શ્રેણીમાં આવે છે અને જો નીલગાયની હત્યા થયાનું સાબિત થાય તો ત્રણ વર્ષની જેલ ઉપરાંત 25 હજારના દંડની જોગવાઈ છે. હાલ તુર્ત વનવિભાગે આજુબાજુના વળી વિસ્તારમાં તપાસનો ધમધમત શરૂ કર્યો છે પરંતુ આ ઘટનાની જાણ થતા સિમ વિસ્તારમાં કોઈ જોવા મળતું ન હોય વનવિભાગ દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..