મોરબી : કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન (પટેલ બોર્ડિંગ- જોધપર નદી) ટ્રસ્ટ સંચાલિત શાળા શ્રી મહાત્મા ગાંધી અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય- જોધપુર નદી, મોરબીમાં આજરોજ સરકાર તરફથી ગુણવત્તાના આધારે પસંદગી પામેલ શિક્ષકો ઠાકર હેતલબેન ભરતભાઈ (M.Com., M.Ed.) તથા વાટુકીયા વિશાલભાઈ ચતુરભાઈ (M.Com., M.Ed., M.PHIL., PH.D)ને સંસ્થાએ આદર અને ઉત્સાહ સાથે સ્વીકારી નિમણૂક આપી ગર્વની લાગણી અનુભવી છે. તેમજ સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા (બોસ સીરામીક)એ શાળાના આચાર્ય સાથે રહીને નવનિયુક્ત શિક્ષકોને શાળા પરિવાર વતી આવકાર્યા છે. ઉલ્લેખનીય છે કે, સંસ્થા 1987 થી કાર્યરત છે. તેમજ મચ્છુ-2 ડેમની સાઈડ પર આવેલ આ સંસ્થામાં 450 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અને ભવિષ્યમાં સંસ્થા શિક્ષણ ક્ષેત્રે મોરબીમાં પારદર્શક અને પ્રતિષ્ઠિત વિકાસની ગતિએ આગળ જઈ રહી છે. તેમજ સરકારના હાલના સ્કૂલ ઓફ એકસીડન્ટ પ્રોજેક્ટને પણ સંમતિ આપીને જિલ્લામાં નંબર વન બનાવવાની અપેક્ષા સાથે આગળ વધી રહ્યા છે. સરકારનો સહયોગ મળતા સંસ્થાની રજૂઆતને ધ્યાને લઈ બે શિક્ષકોને ફાળવ્યા છે તે બદલ સરકારનો સંચાલકોએ આભાર વ્યક્ત કર્યો છે. પ્રમુખના આ નિર્ણયથી સંસ્થાને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઉતરોતર પ્રગતિ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકોની પસંદગી કરીને સંસ્થાને ઉચ્ચ શિખરો તરફ લઈ જવાની ઝાખી સમાજને કરાવી છે. આ તકે સમાજે પ્રમુખના આ કાર્યને હર્ષની લાગણી સાથે સ્વીકારી અને અભિનંદન પાઠવેલ છે તેવું મહાત્મા ગાંધી શાળાના આચાર્યની યાદીમાં જણાવેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..