મોરબી :મોરબી સહાયક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી તા. ૧૫-૦૪-૨૦૧૯ થી મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36-P- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે. આ માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૧૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૨૦૦૦/- સરકારશ્રીએ નકકી કરેલ છે. GJ 36 P(પી) સીરીઝમાં પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૩/૦૪/૨૦૧૯ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૧૪/૦૪/૨૦૧૯ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૧૫/૦૪/૨૦૧૯ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા. ૧૫/૦૪/૨૦૧૯ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે. ઇ-ઓક્શન પ્રક્રીયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું દિવસ-૫ માં ઇ-પેમેન્ટ દ્વારા ભરણું કરવાનું રહેશે. જેની ખાસ નોંધ લેવા વધુમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news