મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 2 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 2 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે રવિવારે 341 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 1 અને ગ્રામ્યના 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબી અને વાંકાનેરના એક-એક મળીને 2 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23 છે.