2 દર્દી રિકવર પણ થતા એક્ટિવ કેસની સંખ્યા 3 યથાવત મોરબી : મોરબીમાં આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે. સામે બીજી તરફ 2 કેસ રિકવર પણ થતા એક્ટિવ કેસની સંખ્યા 3 યથાવત રહી છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે 383 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 57 વર્ષના મહિલાનો અને 54 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. મહિલાએ કોરોના રસીનો એક પણ ડોઝ લીધેલ નથી. જ્યારે પુરુષએ કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે. મહિલાની તાજેતરમા અમદાવાદની અને પુરુષની હરિદ્વારની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે. તેમજ બંને દર્દીની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ છે. બીજી તરફ આજે 2 દર્દીઓ રિકવર પણ થયા છે. જેથી જિલ્લાના એક્ટિવ કેસની સંખ્યા ગઈકાલ જેટલી 3 જ યથાવત રહી છે.