કાન ખાલી કરવાનું કહી હુમલો કરતા ફરિયાદહળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામે બે ભત્રીજાઓએ સગા કાકાને મકાન ખાલી કરવાનું કહી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા બળદેવભાઈ દેવાભાઈ પોરડીયાએ આરોપી એવા સગા ભત્રીજા અશ્વિન રણછોડભાઈ પોરડીયા અને કાનજી રણછોડભાઈ પોરડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓએ ફરિયાદીના ઘેર આવી મકાન ખાલી કરી નાખજો નહિ તો મજા નહિ આવે તેમ કહી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.