મોરબી : મોરબી તાલુકાના ટીંબડી પાટિયા નજીક મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે અંબિકા એન્જીનીયરીંગ ફેકટરી પાસેથી જીજે - 03 - એલકે - 9865 નંબરનું એક્સેસ મોટર સાયકલ તેમજ જીજે - 27 - એફડી - 1550 નંબરના સ્પ્લેન્ડર બાઇકને રેઢી હાલતમાં પડેલા હોય ચેક કરતા બન્ને મોટર સાયકલમાંથી 10 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 2000 તેમજ 25 હજારના બે વાહન કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.